

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના ઉપસરપંચે હોદાનો દુરુપયોગ કરીને સરકારી ખરાબાની જમીનમાં મકાન બનાવી નાખ્યું હોય જે મામલે ડીડીઓએ આકરું વલણ અપનાવીને ઉપસરપંચને ગેરલાયક ઠેરવી હોદા પરથી દુર કરવાનો આદેશ આપ્યો છે
મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામના ઉપસરપંચ રાજાભાઈ પરમાર દ્વારા સરકારી ખરાબાની સર્વે નં ૧૯૦ ની જમીનમાં બાંધકામ કરીને મકાન બનાવ્યું હતું જે અંગે જાગૃત નાગરિક દ્વારા ગત વર્ષે અરજી કરીને ઉપસરપંચને ગેરલાયક ઠેરવવાની માંગ કરવામાં આવી હતી અને ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામ મામલે ઉપસરપંચે અનેક ધમપછાડા કર્યા છતાં તેને તંત્રમથી કોઈ રાહત મળી ના હતી અને આજે દબાણ કરી હોદાનો દુરુપયોગ કરવા મામલે ડીડીઓ એસ. એમ. ખટાણાએ સરકારી જમીનમાં પેશકદમી કરનાર અને હોદાનો દુરુપયોગ કરનાર ઉપસરપંચને હોદા પરથી દુર કરવાનો હુકમ કર્યો છે અને ડીડીઓના આકરા વલણને પગલે ગ્રામ્ય રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે