



મોરબીના વાઘપર ગામે પટેલ વૃદ્ધનું અવસાન થતા પૌત્રીઓએ દાદાની અર્થીને કાંધ આપી હતી સેવાભાવી દાદાની અંતિમયાત્રામાં પૌત્રીઓએ કાંધ આપી પ્રેરણા પૂરી પાડી હતી
મોરબીના વાઘપર ગામના વતની ધરમશીભાઈ ભવાનભાઈ કૈલાનું ૭૦ વર્ષની વયે અવસાન થયું હોય જેની અર્થીને દીકરા કે દીકરીઓએ નહિ પરંતુ પૌત્રીઓએ કાંધ આપી હતી છેલ્લા ૧૦ વર્ષથી નિવૃત્તિ જીવન જીવતા ધરમશીભાઈ કૈલા અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલા હતા જે ગૌશાળામાં જ તમામ સમય વિતાવી સેવાકીય કાર્યો કરતા રહ્યા હોય જેમના અવસાન સમયે તેમના દીકરાઓએ નહિ પરંતુ પૌત્રીઓએ દાદાની અર્થીને કાંધ આપીને દીકરા દીકરી એકસમાન હોવાનો સંદેશ આપ્યો હતો



