


મોરબીમાં દરેક શુભ પ્રસંગો અને તહેવારોની પ્રેરણાદાયી ઉજવણી માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈની લગ્નની વર્ષગાંઠ અને તેની દીકરીનો જન્મદિવસનો પ્રસંગ હોય જેની ગરીબો સાથે કરવામાં આવી હતી..
યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીની લગ્નની વર્ષગાંઠ તેમજ તેની દીકરી મનસ્વીના જન્મદિવસ પ્રસંગે આજે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા મુજબ આપવાનો આનંદ કાર્યક્રમ હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઝૂંપડપટ્ટી અને પછાત વિસ્તાર ના બાળકો ને જીવન ની દૈનિક કિર્યામાં જીવન ધોરણમાં (જીવનશેલીમાં) સુધારો થાય અને સ્વાથ્ય પ્રત્ય સભાનતા કેળવાય તેવા હેતુથી બાળકોને સ્નાન કરાવી સ્વાસ્થ્ય સંબંધી ચીઝ વસ્તુ ની કીટ ( સાબુ,તેલ,હનન્ડ વોસ , કાન સાફ કરવાની કથાનક કાપવાનુ કટર વિગેરે વસ્તુઓનું) ની કિટ તથા જરૂરિયાતમંદ બાળકોને નવા કપડાં નું વિતરણ કર્યું હતું
અને કપડા પહેરાવી સુંદર રીતે તૈયાર કરીને સાથે સાથે બાળકો ને નવા ચપ્પલનું વિતરણ કરી તમામ લોકોને રસપુરી સાથેનું પૌષ્ટિક ભોજન કરાવી આપવાનો આનંદ મેળવી ચેતન્ય સમા ઈશ્વર એવા બાળદેવતાઓને રાજી કરી દીકરીના જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી અને સમાજને પ્રેરણા પૂરી પાડી હતી.

