

અસત્ય પર સત્યના વિજય સમાન વિજયાદશમીના તહેવાર નિમિતે આજે રાજપૂત સમાજ દ્વારા પરંપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. મોરબીના રાજપૂત સમાજના ભાઈઓએ સામાકાંઠાથી શકત શનાળા ગામ સુધી બાઈક-કાર રેલી યોજી હતી જેમાં રાજપૂત યુવાનો સાફા બાંધીને હાથમાં તલવાર સાથે નીકળ્યા હતા. રેલી સામાકાંઠાથી શહેરના મુખ્યમાર્ગો પર ફરીને શકત શનાળા ગામે પૂર્ણ કરવામાં આવી હતી જ્યાં શકત શનાળા મંદિર ખાતે રાજપૂત સમાજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શસ્ત્રનું પૂજન કર્યું હતું.