


મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચનાથી એલસીબી ટીમના ઇન્ચાર્જ પી.આઈ. ભરતસિંહ પરમારની આગેવાની હેઠળની એલસીબી ટીમ ગત રાત્રીના ૧ વાગ્યાના સુખપર ગામની સીમ એસ્ટ્રોન પેપરમિલ પાછળ સરકારી ખરાબામાં હળવદ નજીક ટ્રકમાંથી વિદેશી દારૂની પેટીના કટિંગ ચાલતા હોય તે સમયે એલસીબી ટીમે ત્રાટકીને જુદી જુદી બ્રાંડની વિદેશી દારૂની બોટલ ૧૩૨૯ કીમત રૂપિયા ૩,૨૬,૭૦૦ ટ્રકમાંથી અને તેનો ચાલક જોગારામ તીલારામ જાટ ચૌધરી , રાવતારામ સાંગારામ જાટ ચૌધરી રહે બને રાજસ્થાન અને જયંતી ચતુર કોળી રહે. ધ્રાંગધ્રા વાળાને ઝડપી લઈને એલસીબી ટીમે વિદેશી દારૂનો જથ્થો, ટ્રક અને ટ્રેક્ટર મળીને કુલ ૧૫,૨૬,૭૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે હેમંત જાદુભાઈ કોળી , ભરત લાભુ કોળી રહે બને સુખપર , હળવદ વાળો ભાગી ગયા હતા પોલીસે નાસી ગયેલા આરોપી ને જડ્પવા તેમજ દારૂથી ક્યાંથી આવ્યો ક્યાં જતો હતો તેની તપાસ ચલાવી રહી છે

