Billboard ad 1150*250 Billboard ad 1150*250

મકાનનું મનદુઃખ રાખી દિયરે ભાભી-ભત્રીજાને માર માર્યો

મોરબીના શકત શનાળા ગામે ગરબી ચોકમાં મકાન બાબતે જુનું મનદુઃખ રરાખી દિયરે ભાભી અને ભત્રીજાને મારમાર્યો હોવાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના શકત શનાળા ગામે રહેતા રંજનબહેન મહેશભાઈ રાવળદેવ (ઉ.૪૨)નો દીકરો મહેશ રાત્રીના ૧૦:૩૦ ના અરસામાં શકત શનાળા ગરબી ચોક પાસે હોય દરમિયાન તેણીના દિયર મનોજ આણદાભાઈ પઢારીએ મકાન બાબતનું મનદુઃખ રાખી ગરબી ચોકમાં આવીને મહેશને ધોકા વડે માર માર્યો હતો જેની જાણ રંજનબહેનને તથા તેઓ ગરબી ચોકમાં જતા તેઓને પણ ધોકા વડે માર મારી દીકરા મહેશને તથા રંજનબહેનને ઈજા કરી હતી. જે બાબતે રંજનબહેને મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં દિયર મનોજભાઈ સામે ફરિયાદ નોંધાવી છે તો મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat