Billboard ad 1150*250 Billboard ad 1150*250

દરિયાલાલ જયંતિ નિમિતે જલારામ મંદિર દ્વારા છાશ વિતરણ કરાયું

મોરબી જલારામ મંદીર દ્વારા પ્રતિવર્ષની જેમ પ્રવર્તમાન વર્ષે પણ દરિયાલાલ જયંતિ નિમિતે વાધરવા મૂકામે છાશ પાણી ની વ્યવસ્થા કરવા મા આવી હતી..

આરાધ્ય દેવ શ્રી દરિયાલાલ દાદા ના પ્રાગટ્યોત્સવ નિમિતે પ્રતિવર્ષ વાધરવા મૂકામે પૂ. દાદા ના મંદીર ખાતે ભવ્ય ઉજવણી કરી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.જેમા બહોળી સંખ્યા મા ભક્તજનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવે છે..

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ જલારામ મંદીર મોરબી દ્વારા વાધરવા મૂકામે છાશ પાણી ની વ્યવસ્થા કરવા મા આવી હતી.. જેમા સંસ્થા ના અગ્રણી ગીરીશ ભાઈ ઘેલાણી, ચિરાગ રાચ્છ, વિપુલ પંડીત, અનિલ ભાઈ સોમૈયા, સચીન ભાઈ ચંદારાણા, રમેશ ભાઈ બુધ્ધદેવ, પપ્પુ ભાઈ ચંડીભમર, કીશોર ભાઈ ઘેલાણી, ભાવીન ઘેલાણી, પોલા ભાઈ પટેલ, મનસુખ ભાઈ પીઠડીયા, પ્રવિણ ભાઈ દરજી સહીત નાઓ એ સેવા પ્રદાન કરી હતી..

Comments
Loading...
WhatsApp chat