Billboard ad 1150*250 Billboard ad 1150*250

ગાંધીબાગમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી, પાર્કિંગમાં રાખેલી કારને નુકશાન

મોરબીના ગાંધીબાગમાં આજે એક વૃક્ષ ઓચિંતું ધરાશાયી થયું હતું અને વૃક્ષ પાર્કિંગમાં રહેલી કાર પર પડતા કારમાં નુકશાન થવા પામ્યું છે તેમજ અન્ય એક કારને પણ નુકશાન પહોંચ્યું છે.

પરાબજારમાં આવેલી એસબીઆઈ બેંકની સામેના ગાંધીબાગમાં પાર્કિંગ બનાવવામાં આવ્યું છે જે બાગમાં જુના તોતિંગ વૃક્ષો પણ આવેલા હોય આજે એક વૃક્ષ અચાનક તૂટી પડ્યું હતું અને તોતિંગ વૃક્ષ ધરાશાયી બનતા પાર્કિંગમાં રાખેલી એક કાર પર પડતા કારને નુકશાની પહોંચી હતી તેમજ બાજુમાં રહેલી અન્ય કારના બોનેટ પર પણ નુકશાની થવા પામી છે. બનાવની જાણ થતા પાલિકાની ટીમ દોડી ગઈ હતી અને જેસીબી મશીનથી વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જોકે વૃક્ષ તૂટી પડતા એક કારને ખુબ નુકશાની થઇ હતી જેથી કારના ચાલકમાં રોષ જોવા મળ્યો હતો.

 

Comments
Loading...
WhatsApp chat