


દલિત સમાજ દ્વારા આજે અપાયેલા બંધના એલાનની અસર સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જોવા મળી હતી અને ઠેર ઠેર દલિતોએ વિરોધ નોંધાવ્યો હતો જેમાં મોરબીમાં ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો.તો ટંકારા અને હળવદમાં પણ મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું.
સુપ્રીમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હોય જેના વિરોધમાં આજે દલિત સમાજ દ્વારા દેશવ્યાપી આંદોલન કરવામાં આવી રહ્યું હોય જેની અસર મોરબીમાં પણ જોવા મળી હતી. મોરબીના વીસીફાટક અને નટરાજ ફાટક પાસે દલિત સમાજના ટોળા એકત્ર થયા હતા અને ઠેર ઠેર રસ્તા રોકો આંદોલન કરવામાં આવતા ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા જેને પગલે મુખ્ય માર્ગો અપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.તેમજ દલિતોના ટોળા પરાબજાર, નહેરુ ગેઇટ ચોક અને સોની બજાર સહિતના વિસ્તારોમાં વેપારીઓને દુકાન બંધ કરવા માટે દબાણ પણ કરવામાંઆવતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.મોરબીની મુખ્યબજારો થોડા સમય માટે બંધ રહ્યા બાદ ફરી શરુ થઇ હતો તો ધ્રાંગધ્રા નજીક એસ.ટી. બસ સળગાવવામાં આવતા મોરબી-ધ્રાંગધ્રા રૂટ તરફ જતી બસો બંધ કરવામાં આવી હતી.મોરબીમાં બંધની નહીવત અસર જોવા મળી હતી.
તો ટંકારામાં પણ રેલી સ્વરૂપે દલિત સમાજના ટોળાએ મામલતદાર કચેરીએ જઈને આવેદન પાઠવ્યું હતું અને રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.તો ટંકારામાં પણ બંધની આંશિક અસર જોવા મળી હતી.
સાથે સાથે હળવદમાં દલિત સમાજે રેલી કાઢીને મામલતદારને આવેદન આપ્યું હતું અને સુત્રોચાર કરવામાં આવ્યા હતા તો હળવદ પંથક સ્વયંભુ બંધ રહ્યું હતું,

