


વિધાનસભા ચુંટણીમાં શાસક પક્ષ ભાજપ માટે ત્રણ પડકારો મુખ્યત્વે જોવા મળી રહ્યા છે જેમાં પાટીદાર આંદોલનના હાર્દિક પટેલ, ઠાકોર નેતા અલ્પેશ ઠાકોર અને દલિત આગેવાન જીગ્નેશ મેવાણી. આ ત્રણ પરિબળો વિધાનસભા ચુંટણીને અસર કરે તેવી પ્રબળ સંભાવનાઓ રાજકીય પંડિતો વ્યક્ત કરી રહ્યા છે જેમાં તાજેતરમાં મોરબીની મુલાકાતે આવેલા જીગ્નેશ મેવાણીએ સરકારને આડે હાથ લીધી હતી.
મોરબીમાં દલિત સમાજના યુવાનોને સંબોધતા જીગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે નોટબંધીની લાઈનમાં સામાન્ય લોકો જ દેખાયા હતા કોઈ ઉદ્યોગપતિ કેમ નહિ. તો ભગવો પહેરનાર સામે કટાક્ષ કરીને જણાવ્યું હતું કે ભગવો પહેરીને મત માંગવા આવે તેને ઘેરાવ કરો અને દોડાવો. હિન્દુત્વ રાજ્ય બન્યું તો લોકો ભાજપના નેતાઓના ઝબ્બા ફાડીને દોડાવશે. વિધાનસભા ચુંટણીમાં ગુજરાતની જનતા ફુગ્ગામાં પીન મારીને હવા કાઢી નાખશે તેમ કહીને ચુત્નીમાં એક નાગરિક બનીને મતદાન કરવા હાકલ કરી હતી. વધુમાં તેને અસ્પૃશ્યતા દુર કરી સમાન શિક્ષણ આપવાની માંગ કરી હતી. સફેદ અને કાળી દાઢી વિષે પણ કટાક્ષ કર્યો હતો. વિકાસનો જય થશે પરંતુ જયનો વિકાસ થઇ ગયો હોવાનું જણાવીને અમિત શાહ પર પણ પ્રહારો કર્યા હતા.