


૧૯ એપ્રિલના દિવસને વિશ્વ સાયકલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સાયકલ રેલીનું આયોજન તા. ૧૯ ને ગુરુવારના રોજ કરવામાં આવ્યું છે.
વિશ સાયકલ દિવસ નિમિતે સાયકલ બચાવો, પ્રદુષણ અટકાવો, પર્યાવરણ બચાવો, પાણી બચાવો અને પ્લાસ્ટિક ઉપયોગ અટકાવી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે તા. ૧૯ ને ગુરુવારના રોજ સવારે ૭ કલાકે સાયકલ રેલી યોજાશે જેનું પ્રસ્થાન ૨૦૦૦ કિમીથી વધુ સાયકલ યાત્રા કરનાર કરકમલ થી તિલક કરી પ્રસ્થાન કરાવશે.
સાયકલ રેલી સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ નજીકથી શરુ થશે અને વિવિધ માર્ગો પર ફરીને તે નવા બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવશે સાયકલ રેલીમાં કોઇ પણ વ્યક્તિ જોડાઇ શકે છે. અને સાયકલ રેલીમાં પધારનારને 98253 29722 માં નામ અને મોબાઈલ નંબર નોંધાવી લેવા આયોજક દ્વારા જણાવાયું છે

