


મોરબીમાં સાયકલ પર જઈ રહેલા યુવાનને મોટા સાયકલ સાથે ટક્કર થતા બેને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. જેમાં એક યુવાનને ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો છે.
મોરબીની ત્રાજપર ચોકડી નજીક સાયકલ પર જઈ રહેલા પુષ્પરાજસિંહ જાડેજાની સાયકલ સાથે મોટરસાયકલ અથડાયું હતું જે અકસ્માતમાં સાયકલ સવાર પુષ્પરાજસિંહને ગંભીર ઈજા થતા રાજકોટ સારવાર માટે ખસેડાયો છે જયારે મોટરસાયકલ ચાલકને પણ ઈજા થતા મોરબીની હોસ્પિટલ માં સારવાર અર્થે ખસેડાયો છે.

