

મોરબીના ગ્રાહકે કાર કંપનીની દાદાગીરી સામે ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરીને કાનૂની કાર્યવાહી આરંભી છે. મોરબીના રહેવાસી નીલેશભાઈ સરસાવાડિયાએ ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી છે કે મોરબીમાં જય ગણેશ પાસે ફોર્ડ કંપનીની એજન્સી છે જેની પાસેથી ગ્રાહકે ફોર્ડ ફીગો એસીપાયર ગાડી લીધી હતી છ એરબેગની કારમાં કંપનીએ અલગ પૈસા લઈને સીટ કવર નાખ્યું હતું જોકે ગ્રાહકને શંકા હતી કે સીટ કવરને કારણે એરબેગ ખુલશે નહિ. જે મામલે ડીલરને પણ માહિતી ના હોવાથી સંતોષકારક જવાબ આપી શક્યા નથી. ગ્રાહકને ખબર પણ ના હોય અને અકસ્માત થાય ત્યારે એરબેગ ના ખુલે તો જાનહાનીનો ભય રહે છે. આ મામલે કંપનીમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ સંતોષકારક ખુલાસો કે જવાબ આપવામાં આવ્યો નથી. કંપનીની બેદરકારી ગ્રાહકો માટે જોખમી બની સકે તેમ હોવાથી જાગૃત ગ્રાહકે આ મામલે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળમાં ઘા નાખીને પૈસા રીફંડની માંગ કરી છે અને સંતોષ થાય તેવી વ્યવસ્થા ગાડીમાં કરવાની માંગણી સાથે ગ્રાહક સુરક્ષા મંડળમાં કાનૂની કાર્યવાહી કરી રહ્યા છે.