

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
રવિવારે કોલેજ કેમ્પસમાં કરાશે વૃક્ષારોપણ
શ્રીમતિ જી. જે. શેઠ કોમર્સ કોલેજ, મોરબી તથા સાયન્સ કોલેજ, આટઁસ કોલેજ, તથા એન. જી. મહેતા હાઇસ્કૂલનું કેમ્પસ હરિયાળુ બને અને આગામી સમયમાં એક મોટુ ” ઓક્સિજનપાકઁ ” બને તેવી નેમ સાથે શ્રીમતિ જી. જે. શેઠ કોમર્સ કોલેજના વતઁમાન તથા ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા 500 જેટલા વૃક્ષો વાવી તેને દતક લઇને ઉછેરવાનો નિર્ણય લેવાયો છે.
આ અભિયાનમાં એન.જી.મહેતા હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી કે જેઓ એન.જી.મહેતા હાઇસ્કૂલ કેમ્પસમાં તથા ભડીયાદ ગામમાં છેલ્લા ૨ વષઁથી અથાગ મહેનત કરી વૃક્ષો ઉછેરી રહ્યા છે એવા વૃક્ષ પ્રેમી નરેન્દ્રભાઈ અઘારાનું માર્ગદર્શન મળી રહ્યું છે. અને આ અભિયાનનો પ્રારંભ આવતા રવિવાર તા. 4 ઓગસ્ટ 2019 ને રવિવારના રોજ સવારે 9 થી 11 વાગ્યે કરવામાં આવશે તો આ કોલેજનું અને પ્રકૃતિનું ઋણ ચુકવવા માટે *વૃક્ષારોપણ કાયઁક્મ માં કોમસઁ કોલેજ ના દરેક ભૂતપૂર્વ વિધાર્થીઓને ઉપસ્થિત રહેવા ભૂતપૂર્વ વિદ્યાર્થી ગૃપ્ અને કોમસઁ કોલેજના પ્રિન્સિપાલ જી. એલ. ગરમોરા તથા ટ્રસ્ટીઞણ તરફથી અપીલ કરવામાં આવી છે



