હળવદના ટીકર ગામે વિચિત્ર બાળકના જન્મથી કુતુહલ સર્જાયું !

મોરબી જીલ્લાના ટીકર ગામે આજે એક મજુરી કરતા પરિવારની મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો જોકે બાળકનું મોઢાનો વિચિત્ર આકાર જોવા મળતા કુતુહલ સર્જાયું હતું.
હળવદ તાલુકાના ટીકર ગામે ખેત મજુરી કરતા દયાબેન મનોજભાઈ મગનભાઈ કોળી (ઉ.વ.30)ને પાંચમાં મહિને બાળક જન્મતા નવજાત શિશુનું આકાર વિચિત્ર એટલે કે એલિયન જેવું લાગતા ગ્રામ્યપંથકમાં કૂતુહલ સર્જાયું હતું. હળવદ તાલુકાના ટીકર ગામે માતાને પ્રસૃતિની પીડા થતાં તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સથી હળવદની સરકારી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં તેને બાળકને જન્મ આપ્યો હતો જોકે પાંચમાં મહીને જ જન્મેલા બાળકના મોઢાનો આકાર વિચિત્ર જોવા મળ્યો હતો. કોઈ એલીયન કે પછી બાળ વાનર સમાન મો બાળકનું જોવા મળ્યું હતું જેથી ડોકટરોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું અને આ ઘટના હાલ ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.

Comments
Loading...
WhatsApp chat