



ટંકારા તાલુકા અને મોરબી તાલુકામાં આવતા ચાર રોડના કામો અંગે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીએ સૈદ્ધાંતિક મંજુરી આપી છે અને ટંકારા વિધાનસભા વિસ્તારના કામો મંજુર થતા નાગરિકોમાં ખુશી જોવા મળી રહી છે
ટંકારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા ૧૦.૨૦ કિમી લંબાઈના વાંકાનેર-જડેશ્વર-લજાઈ રોડની વાઈડનીંગ એન્ડ સ્ટ્રેન્થનીંગ કામગીરી માટે ૧૦૦૦ લાખ રૂ, ધ્રોલ-લતીપર-સાવડી-ટંકારા રોડ ૧૦.80 કિમીના રીસર્ફેસિંગ માટે ૧૧૫૦ લાખનું કામ મંજુર થયું છે ઉપરાંત મોરબી તાલુકામાં આવતા મોરબી-પંચાસર-નાગલપર-મોટી વાવડી રોડ ૬.૨૪ કિમીના રોડના રીસર્ફેસિંગ માટે ૨૨૦ લાખ અને મોરબીના મીતાણા-નેકનામ-પડધરી રોડ ૬ કિમી રોડ રી સર્ફેસિંગ માટે ૪૦૦ લાખના કામને મંજુરી આપવામાં આવી છે રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી દ્વારા કામોને સૈદ્ધાંતિક મંજુરી આપવામાં આવી છે

