ડુપ્લીકેટ ઓટો પાર્ટ્સ વેચાતા વેપારી સામે કોપીરાઈટ એક્ટના ભંગનો ગુનો

હળવદના ઓટો પાર્ટ્સના વેપારી દ્વારા વેલ્યો બ્રાન્ડ કંપનીના  ડુપ્લીકેટ ઓટોપાર્ટસ દુકાનમાં મળી આવતા હળવદ પોલીસે કોપીરાઈટ એક્ટ હેઠળ ફરિયાદ  નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

હળવદના શુભમ કોમ્પલેક્ષ બાલાજી ઓટો મોબાઈલ દુકાન ચલાવતા વિજય નરભેરામ બોપલીયાએ પોતાની દુકાનમાં વેલ્યો કંપનીના ડુપ્લીકેટ કલ્ચપ્લેટ નંગ-૩ અને પ્રેસરપ્લેટ નંગ-૩ કીમત રૂ. ૮૪૦૦ દુકાનમાં મળી આવતા કોપીરાઈટ એક્ટ મુજબ મહેશભાઈ કનુંભાઈ વલોણએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Comments
Loading...
WhatsApp chat