Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરમાં સ્ટુડિયો સંચાલક સામે કોપી રાઈટ એક્ટના ભંગનો ગુન્હો

વાંકાનેર શહેરમાં આવેલ સ્ટુડિયો સંચાલક ટી સીરીઝ કંપનીના ગીતો ડાઉનલોડ કરી કોપીરાઈટ એક્ટનો ભંગ કરતો હોય જેથી બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે

વાંકાનેરના વૃંદાવન વાટિકાના રહેવાસી સંજયસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી અલ્કેશ બાબુભાઈ ટોલિયા તેની સહજાનંદ શેરી મેઈન બજારમાં આવેલ બંટી સ્ટુડિયોમાં ટી સીરીઝ કંપનીના હક્કો વાળી ફિલ્મોના ગીતો પોતાના કોમ્પ્યુટરમાં બિનઅધિકૃત રીતે રાખીને વેપાર અર્થે ઉપયોગ કરતો હતો જેની દુકાનમાં ચેકિંગ દરમિયાન સર્કલ કંપનીનું સફેદ લાલ બોડી વાળું એસેમ્બલ સીપીયુ આશરે કીમત રૂ ૨૦ હજાર મળી આવતા મુદામાલ જપ્ત કરાયો છે અને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસે કોપી રાઈટ એક્ટની કલ્મો હેઠળ ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat