બેલા નજીક બાવાજી યુવાનના હત્યાકેસમાં બે સામે ગુન્હો નોંધાયો

મોરબીના પીપળી રોડ પર આવેલા રંગપર બેલા ગામ નજીક ગત મોડી રાત્રીના મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચલાવતા એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોકટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના પીપળી રોડ પર બેલા ગામ નજીક રાત્રીના બઘડાટી બોલી જતા એક યુવાનને પડખામાં છરીના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા અને યુવાનને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ અંગે તપાસ ચલાવતા તાલુકા પીએસઆઈ એન.બી.ડાભી પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક યુવાન મૂળ વિરમગામના સુરજગઢનો રહેવાસી હોય અને રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું અને મૃતકનું નામ શૈલેષ બાવાજી હોવાનું જાણવા મળ્યું છે જોકે યુવાનની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી, કોઈ જૂની અદાવત કે અન્ય કારણ તે દિશામાં પોલીસ તપાસ ચલાવી રહી છે. હાલ તાલુકા પોલીસ શકમંદોની તપાસ કરી રહી છે તો આ હત્યા મામલે મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી ભાવનાબેન કેશવદાસ બાવાજી (ઉ.વ.૫૧) ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો દીકરો શૈલેશ અગાઉ રીક્ષામાં કાવો મારવા બાબતે બોલાચાલી થઈ હોય જે બાબતનો ખાર રાખીને આરોપી અહેમદ રફીક મેમણ રહે. મોરબી અને એક અજાણ્યો ઇસમ એ બંને શખ્શો ગત રાત્રીના બાઈક લઈને તેનો પીછો કરીને બેલા નજીક બોલાચાલી કરીને છરી વતી ઘા ઝીંકી દેતા તેનું મોત નીપજયું છે. મોરબી તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Comments
Loading...
WhatsApp chat