ટ્રાફિકથી ધમધમતા રોડ પર છતમાંથી પોપડા ખરી પડ્યા

જુનું બિલ્ડીંગ કોઈનો ભોગ લેશે તો જવાબદારી કોની ?

ઓદ્યોગિક નગરી મોરબી શહેર બે બે કુદરતી થપાટ ખાઈને પણ નાગરિકોની ખુમારીથી ફરીથી બેઠું થઈ ગયું છે. સત્તર વર્ષ પૂર્વે આવેલા વિનાશક ભૂકંપ બાદ પણ મોરબીવાસીઓએ તેની ખુમારીનો પરિચય આપીને ફરીથી ધંધા ઉદ્યોગમાં નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. જોકે નીમ્ભર તંત્રના પાપે નગરજનો માથે લટકતી આફતો જોવા મળે છે. ભૂકંપ બાદ જર્જરિત અનેક મકાનો અને ઈમારતો જેમની તેમ હોય છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરવામાં આવ્યા નથી જેથી આવી ઈમારતો નાગરિકો માથે મોત સમાન લટકતી તલવાર બની રહી છે. ગાંધી ચોકથી વિજય ટોકીઝ જવાના રસ્તે જૂની રાજકોટ નાગરિક બેંક નજીકના એક બિલ્ડીંગની છતમાંથી પોપડા ખરવા લાગ્યા હતા. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર છતમાંથી પોપડા ખરવાને પગલે વાહનચાલકો તેમજ આસપાસના વેપારીઓ થોડીવાર માટે ડરી ગયા હતા જોકે સદનસીબે કોઈને ઈજા પહોંચી ના હતી પરંતુ આવા જુના બિલ્ડીંગ કોઈનો ભોગ લેશે તો તેની જવાબદારી કોની ? તેવા સવાલો આજે જરૂર ઉઠવા પામ્યા છે.

 

Comments
Loading...
WhatsApp chat