મોરબીમાં શુક્રવારે ગાયમાતા પૂજન અને ગૌ કથા યોજાશે

વિધાભરતી ગુજરાત પ્રદેશ સંલગ્ન માધવ શિક્ષણ અને સેવા પ્રતિષ્ઠાન સરસ્વતી પ્રાથમિક વિદ્યામંદિર શનાળા ખાતે શુક્રવારે ગૌમાતા આગમન અને ગૌ કથાનું આયોજન કરવામાં આવ્યું છે

શનાળા ગામે આવેલી સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર ખાતે તા. ૦૩ ને શુક્રવારે સવારે ૦૭ : ૩૦ કલાકે ગૌ માતા પધરામણી કરવામાં આવશે તેમજ રાત્રીના ૦૮ : ૪૫ કલાકે ગૌ કથા યોજાશે જેમાં વક્તા તરીકે જામનગર આયુર્વેદિક યુનીવર્સીટીના ડો. હિતેશભાઈ જાની માર્ગદર્શન આપશે, ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞ અને ગાયનું વિશેષ મહત્વ છે ગૌમૂત્ર અને દૂધ ખુબ જ ઉપયોગી છે તેમજ પ્રકૃતિ અને પર્યાવરણના સંતુલન માટે ગાય માતા ઉપયોગી બને છે ત્યારે ગૌ પૂજન અને ગૌ કથાનો લાભ લેવા સંસ્થાના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયા અને નિયામક સુનીલભાઈ પરમારે લોકોને અનુરોધ કર્યો છે.

Comments
Loading...
WhatsApp chat