Billboard ad 1150*250

પ્રેમ લગ્ન કરનાર યુવતી ને આપઘાત માટે મજબુર કરનાર પતિને કોર્ટે દસ વર્ષની સજા ફટકારી

0 164
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સુરેન્દ્રનગરમાં રેહતી યુવતી ને આઠ વર્ષ પેહલા પ્રેમ  લગ્ન કર્યા હતા જેમાં તેનો પતિ કઈ કામ ધંધો ન કરતો હોય અને પિયર પક્ષ સાથે સબધ રાખવા ન દેતો હોવાથી પરણીતા એ આપઘાત કરી લેતા જે કેસ આજે મોરબી કોર્ટમાં કેસ ચાલી જતા આરોપી પતિને કોર્ટે દસ વર્ષની સજા અને રૂપિયા ૧૩ હજારનો દંડ ફટકાર્યો છે

બનાવની મળતી વિગત મૂળ સુરેન્દ્રનગર ની વતની કચનબેન હમીરભાઈ ગોગિયા એ ગત તારીખ ૫/૧૧/૧૧ નો રોજ વાંકાનેર થી લુણસરિયા વચ્ચે જતી ગુડ્ઝ ટ્રેન નીચે જ્પલાવી આપઘાત કર્યો હતો જેમાં  મુર્તક યુવતીના પિતા વાલજીભાઈ ઉકાભાઈ રાઠોડ રહે.સુરેન્દ્રનગર વાળાએ વાંકાનેર પોલીસ મથકમાં જમાઈ વિરુદ્ધ એવી ફરિયાદ નોધાવી હતી કે તેમની દીકરી કંચને ગત તારીખ ૧૮-૫-૨૦૧૧ ના રોજ થાનગઢ રેહતા હમીર ઉર્ફે કમલેશ રાજાભાઈ ગોગિયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જેમાં તેના પરિવાર સમજાવટ થી દીકરી જે તે સમય સમજાવી ઘરે પરત લઇ આવ્યો હતો

પણ તેના પતી હમીર કોર્ટ મદદથી તેની પત્ની કચન ગત તારીખ ૨૬/૭/૧૧ ફરી પોતની સાથે થાનગઢ લઇ ગયો હતો પણ પતી હમીર કઈ કામ ધંધો ન કરતો તેમજ પિયર પક્ષ સાથે સબધ રાખવાની નાં પડતો હોય જેથી ફક્ત છ માસ જેટલા ચાલેલા  પ્રેમ લગ્ન કરનાર આ યુવતી આ બધા ત્રાસથી કંટાળી ગઈ હતી જેથી તેણે ટ્રેન નીચે ઝ્પલાવી આપઘાત કર્યો હતો જે કેસ આજે મોરબીની એડીશનલ ડીસ્ટ્રીકટ કોર્ટના ન્યાયાધીશ સી.જી.મેહતા સાહેબની કોર્ટમાં  માં ચાલી જતા જેમાં સરકારી વકીલ ધર્મેન્દ્રભાઈ આદ્રોજા અને સજ્યભાઈ દવે   ની દલીલોને માન્ય રાખી કોર્ટ દ્વારા આરોપી પતી હમીર ઉર્ફે કમલેશ રાજાભાઈ ગોગિયા ને કોર્ટે ૧૦ વર્ષની સજા રૂપિયા ૧૩ હજાર દંડ તેમજ દંડ ના ભરેતો વધુ ૧ વર્ષની સજા ફટકારી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat