હળવદ માર્કેટિંગ યાર્ડમાં ડુપ્લીકેટ પહોંચ કોભાંડમાં ક્લાર્કની જામીન અરજી કોર્ટે ફગાવી

એસીબીમાં ગુનો નોંધાયા બાદ સાત ઈસમોની કરી હતી ધરપકડ

મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડમાં વર્ષ ૨૦૧૫માં યાર્ડના એ વખતના સેક્રેટરી, ક્લાર્ક સહિતોએ સાથે મળીને નકલી પહોંચ છપાવીને તેની મદદથી સદસ્યો પાસેથી શેષ ઉઘરાવી લઇ બાદમાં એ નાણાં યાર્ડમાં જમા ન કરાવીને રૂપિયા ૨૩.૧૯ લાખની છેતરપીંડી આચરવામાં આવી હોય જે કોભાંડ મામલે એસીબીમાં ગુનો નોંધાયા બાદ સાત ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ગુનામાં ઝડપાયેલા એક કલાર્કે કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જે કોર્ટે નામંજૂર કરી છે

હળવદ માર્કેટીંગ યાર્ડમાં ૧૩-૦૨-૨૦૧૫ થી તા. ૨૬-૦૩-૨૦૧૫ દરમિયાન યાર્ડમાં તત્કાલીન સેક્રેટરી વિપુલભાઇ અરવિંદભાઇ એરવાડીયા, તત્કાલીન વાઈસ સેક્રેટરી અશોકભાઇ જયંતીભાઇ માતરીયા, તેમજ તે સમયના ક્લાર્ક હિતેષભાઇ કાળુભાઇ પંચાસરા (પંચારા), નિલેષભાઇ વિનોદભાઇ દવે, પંકજભાઇ કાનજીભાઇ ગોપાણી, ભાવેશભાઇ રમેશભાઇ દલસાણીયા, અરવિંદભાઇ ભગવાનજીભાઇ રાઠોડસહિત હળવદ માર્કેટીંગ યાર્ડના સત્તાધિશો અને કર્મચારીઓ દ્વારા હળવદ માર્કેટિંગ યાર્ડમાં ડુપ્લીકેટ પહોંચ છપાવી હતી. જે બાદ આ પહોંચ મારફતે તેઓ માર્કેટ ફી (શેષ) ઉઘરાવતા હતા. આ કૌભાડમાં તેમણે સદસ્યો પાસેથી રૂપિયા ૨૩,૧૯,૭૫૪ ની રકમ ઉઘરાવી હતી જે ખેડૂતોના હિતાર્થે યાર્ડમાં જમા નહિ કરાવીને પોતાના અંગત લાભ ખાતર ઉપયોગ કરી પોતાના અંગત ફાયદા માટે અનુચિત લાભ મેળવવા માટે ગુનાહિત ગેરવર્તણુક કરીને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી જે ગુનો કર્યાનું ફલિત થતા મોરબી એસીબી ટીમે ગુનો નોંધી વધુ તપાસ ચલાવી હતી

જે બનાવ મામલે વધુ તપાસ સુરેન્દ્રનગર એસીબી ટીમને સોપવામાં આવી હતી અને સાતેય આરોપીની ધરપકડ કરી હતી ત્યારે આરોપી અરવિંદ ભગવાનજી રાઠોડ નામના કલાર્કે મોરબી કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપી તરફેના વકીલે દલીલો રજુ કરી હતી તો મદદનીશ સરકારી વકીલ એસ.સી.દવેએ પણ ધારદાર દલીલો રજુ કરી હતી જેને ધ્યાને લઈને કોર્ટે સ્પે.જજ (એ.સી.બી) તથા સેશન્સ જજ મોરબી પીનાકીન ચંદ્રકાંત જોષીએ આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે

Comments
Loading...
WhatsApp chat