


ટંકારાના નેસડા ગામે રસોઈ બનાવતી વખતે અકસ્માતે દંપતી દાઝી જતા સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ ટંકારાના નેસડા(ખા.) ગામે મીનાબેન મહેશભાઈ સોલંકી (ઉ.૨૨) પોતાના ઘરે ચૂલા પર રસોઈ બનાવતા હોય દરમિયાન ચૂલાની ઝાળ સાડીમાં અડી જતા સાડી સળગી ઉઠતા મીનાબહેન આગની લપેટમાં આવી હતા મહેશભાઈ તેને બચાવવા જતા તે પણ હાથેદાઝ્યા જતા.બંને દંપતી દાઝી જતા મોરબી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બનાવની નોંધ કરી ટંકારા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

