Billboard ad 1150*250

કપાસમાં ફરી તેજી આવી, એરંડામાં સટ્ટો જામ્યો

0 119
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

એગ્રી કોમોડિટી બજારમાં વિતેલા સપ્તાહ દરમિયાન સરેરાશ બજારમાં બે તરફી વધઘટ જોવા મળી હતી. નવી સરકારની રચના થયા બાદ કેબિનેટ દ્વારા એગ્રીકલ્ચરલ ક્ષેત્રે નવા નિર્ણયો લેવાલ તેવી આશા રખાઈ રહી છે. ખાસ કરીને એગ્રી કોમિડિટીની નિકાસ વધે એ માટેની મોદી સરકારની પોલિસીને ધ્યાનમાં રાખીને સરકાર કેટલીક કોમોડિટીમાં નિકાસ છૂટ આપે અથવા તો નિકાસ અંગેનાં નિયંત્રણો દૂર કરે તેવી પણ સંભાવનાં રહેલી છે.

કોમોડિટી બજારોની વાત કરીએ તો કપાસ-રૂની બજારમાં ફરી તેજી આવી છે અને કપાસનાં ભાવ ખેડૂતોને ફરી રૂ.૧૩૦૦ સુધીનાં ગામડે બેઠા કે યાર્ડોમાં મળવા લાગ્યાં છે. રૂનાં ભાવ પણ ગાંસડીએ રૂ.૨૦૦૦ જેવા વધીને રૂ.૪૬,૦૦૦ની ઉપર પહોંચી ગયાં છે. વૈશ્વિક રૂનાં ભાવ વધ્યા છેઅને ઘરઆંગણે નીચા ભાવથી ટેક્સટાઈલ્સ મિલોની નવેસરથી માંગ નીકળતા બજારો ઊચંકાયાં હતાં.

એરંડાની બજારમાં અફરાતફરી ચાલુ છે. એરંડાનો પાક ઓછો છે, પરંતુ આવકો હાલ ખાસ નથી. બીજી તરફ જૂનો સ્ટોક પડ્યો હોવાનો અંદાજ છે. પરિણામે એરંડા વાયદો એપ્રિલ મહિનાની રૂ.૬૩૦૦ની ઊંચી સપાટીથી ઘટીને મેમાં રૂ.૫૬૦૦ થઈને ફરી રૂ.૬૦૦૦ તરફ આગળ વધી રહ્યો છે. ટેકનિકલ એનાલિસ્ટો કહે છે કે રૂ.૬૦૦૦ની સપાટી પાર થશે તો આગળ ઉપર મોટી તેજી આવી શકે છે.

ઉનાળુ મગફળીની આવકો શરૂ થવા લાગી છે અને નવી મગફળીનાં ભાવ રૂ.૧૧૦૦ ઉપર ક્વોટ થાય છે. જોકે જૂની મગફળીનાં ભાવ ઘટી રહ્યાં છે અને નિકાસ વેપારો પણ નથી. સિંગતેલની બજારો ટકેલી રહી હતી. કપાસિયા તેલમાં બજારો ટૂંકી વધઘટે અથડાય રહ્યાં છે.

મસાલા બજારની વાત કરીએ તો ધાણા-જીરૂની બજારમાં બે તરફી ચાલ છે. જીરૂ વાયદો આગામી દિવસોમાં વધીને ફરી રૂ.૧૮૦૦૦ની સપાટી પાર કરે તેવા સંજોગો હાલ દેખાય રહ્યાં છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat