લાભ પાંચમના દિવસે યાર્ડમાં કપાસ-મગફળીની બમ્પર આવક

દિવાળીના તહેવારોમાંમાં તમામ યાર્ડની સાથે મોરબી માર્કેટિંગ યાર્ડ પણ બંધ રહ્યું હતું. તા. ૧૮ થી ૨૪ સુધીના એક સપ્તાહ સુધી મીની વેકેશનને પગલે યાર્ડમાં કૃષિ જણસોની આવક બંધ હતી અને માર્કેટિંગ યાર્ડમાં હરાજી જેવા રૂટીન કામકાજો પણ બંધ રહ્યા હતા. જે મીની વેકેશન આજે પૂર્ણ થતા આજે યાર્ડ ફરીથી ધમધમવા લાગ્યું છે. વહેલી સવારથી જ ખેડૂતો કૃષિ જણસો લઈને યાર્ડમાં આવી પહોંચ્યા હતા. આજે લાભ પાંચમના શુભ મુર્હતે મોરબી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ૧૫૦૦ મણની આવક થઇ હતી જયારે કપાસની ૬૦૦૦ મણની આવક નોંધાઈ હોવાનું માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા એ જણાવ્યું હતું. ખેડૂતોને મગફળીના ૮૭૫ અને કપાસના ૯૩૦ રૂપિયાનો ભાવ આજે મળ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat