કપાસ-રૂની બજારમાં ઘટાડોઃ ધાણા-જીરૂનાં ભાવ કેમ ઘટ્યાં?

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં સારો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સિઝનનો ૫૦ ટકા ઉપરનો વરસાદ પડી ગયો છેઅને દક્ષિણ ગુજરાતમાં તો લિલોદુષ્કાળ પડ્યો હોયો તેવો માહોલ પણ રચાયો છે. આવી સ્થિતિમાં એગ્રી કોમોડિટી બજારમાં મંદીનો માહોલ છે. જે વિસ્તારમાં વાવણી બાકી હતી એ  વિસ્તારમાં પણ ગત સપ્તાહે સારો વરસાદ પડી ગયો હોવાથી હવે વાવેતર સંપન્ન થઈ ચૂક્યાં છે અને ઊભા પાકની સ્થિતિ ખૂબજ સારી છે.

બજારોની વાત કરીએ તો હવે કપાસ-રૂની બજારમાં મંદી છે. રૂનાં ભાવ સપ્તાહમા જ ખાંડીએ રૂ.૧૦૦૦થી પણ વધુ ઘટીને રૂ.૪૩૦૦૦ની સપાટીએ પહોંચી ગયાં છે. કપાસની બજારો નરમ છે. ખેડૂતો પાસે માલ બહુ ઓછો છે. કપાસિયા ખોળ વાયદો પણ  તેની ઓલટાઈમ ઊંચી સપાટીથી રૂ.૩૩૦૦થી પાછો ફરી રહ્યો છે. સરેરાશ બજારોમાં મંદી છે. નવી સિઝનમાં કપાસનાં વાવેતર સારા થાય હોવાથી ઉત્પાદન પણ વધવાની પૂરેપૂરી આશા છે. દેશમાં આ વર્ષે પાંચ ટકા વાવેતર વધીને ૧૧૫ લાખ હેકટરમાં વાવેતર થયુ  છે.

મગફળીની બજારો પણ નરમ છે. વાવેતર ગત વર્ષ જેવા જ છે, પરંતુ ઉતારા ખૂબ જ સારા આવશે, પરિણામે મબલખ પાકની આશા છે. મગફળીનાં ભાવ ક્વિન્ટલે રૂ.૫૦૦ જેવા ઘટીને હાલ રૂ.૫૦૦૦ની અંદર છે. નાફેડ સારો માલ ઠલવશે તો બજારો હજી ઘટશે. તહેવારનો મહિનો હોવાથી તેલમાં બહુ ઘટાડો દેખાતો નથી.

ધાણા-જીરૂ સહિતનાં મસાલા બજારો પણ ડાઉન છે. ચીને ભારતીય જીરૂનાં કન્ટેનર રિજેક્ટ કર્યાં હોવાનાં સમાચારો વિતેલા સપ્તાહમાં વહેતા થયા હતા, જેમાં જીરૂ ક્વિન્ટલે રૂ.૫૦૦થી ૭૦૦ તુટીને રૂ.૧૭૦૦૦ની નજીક પહોંચી ગયું છે. ધાણામાં આયાત માલની ચર્ચાએ બજારો તુટ્યા છે. એરંડા-ગવારમાં વાવેતરનાં અહેવાલો નબળા હોવાથી ઘટાડો ઓછો થયો છે.

Comments
Loading...
WhatsApp chat