કચરામાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં પાલિકાનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસ

         મોરબી નગરપાલિકા દ્વારા રફાળેશ્વર ડમ્પિંગ સાઈટ ખાતે સેન્દ્રીય ખાતર બનાવવાનો પ્રોજેક્ટ બનાવ્યો છે જોકે આ પ્રોજેક્ટમાં ગેરરીતી આચરવામાં આવતી હોય અને સરકારની સબસીડીના રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

        મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઈ કાવરે જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા ૨૦૧૪ માં રફાળેશ્વર ખાતે ડમ્પિંગ સાઈટ ખાતે જીયુંડીસી દ્વારા સેન્દ્રીય ખાતર બનાવવા રૂપિયા એક કરોડ ફાળવી પ્રોજેક્ટ બનાવવા મોરબી નગરપાલિકાને મંજુરી આપી આ પ્રોજેક્ટ અંતર્ગત રોજ ૫૦ થી ૮૦ ટન કચરા સામે ૧૦ થી ૧૩ ટનનું એગ્રીકીશન કરી સેન્દ્રીય ખાતર બનાવાય છે.

        જી.એન.એફ.સી. દ્વારા કેન્દ્ર સરકારને સંસ્થા મારફત પ્રતિ ટન રૂ. ૧૫૦૦ સબસીડી ચૂકવાય છે જેથી દૈનિક ૧૩ ટનના સામે મળેલ ચાર વર્ષનો હિસાબ કરતા એક કરોડ છત્રીસ લાખ ઉપજે પરંતુ છેલ્લા ચાર વર્ષમાં આવક નહીવત દેખાડી વાહન ડીઝલ ખર્ચ, ભાડા ભથ્થા અને સાઈટ પરના કર્મચારીઓનો પગાર મેઈનટેન્સ ખર્ચ સહીત ત્રણ કરોડનો ભ્રષ્ટાચાર થયાનું પુરવાર થાય છે. પરંતુ કોન્ટ્રાકટરોને ૩૩ / ૬૭ ટકાના ધોરણે પેમેન્ટ ચૂકવી ખિસ્સામાં રકમ સેરવી લેવાયાનું જણાવ્યું છે

         વહીવટદારોએ કચરામાં કાળી કમાણી કરી ભ્રષ્ટાચારમાં નબર વનનું બિરૂદ મેળવ્યું છે ત્યારે આ અંગે પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે રફાળેશ્વર ડમ્પિંગ સાઈટની મુલાકાત લેવાની માંગ કરી છે.

Comments
Loading...
WhatsApp chat