મોરબીમાં નાની સિંચાઈ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર, ટીમો તપાસમાં ઉતરી

પાંચ ટીમો કરી રહી છે વિવિધ ગામોમાં તપાસ : સુત્રો

મોરબી જીલ્લાના જુદા જુદા તાલુકાના ગામોમાં પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭/૧૮ તથા ૨૦૧૮ /૧૯ ના વર્ષમાં તળાવ ઊંડા ઉતારવા અને ચેકડેમો રીપેરીંગ માટે ૨૦ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી જે કામો થયા નથી અને બીલ બની ગયા હોય વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાથી સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને પત્ર લખીને તપાસની માંગ કરી છે

સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે કેટલા કામો થયા અને કેટલો ખર્ચ તેની માહિતી જીલ્લા પંચાયત પાસે માંગી હતી જોકે માહિતી ના આપતા આ પ્રશ્ન સંકલન સમિતિમાં પણ ઉઠાવ્યો હતો અને ૨૬-૦૮ ના રોજ જવાબ મળ્યો જેમાં અનેક ગામોમાં કામ થયા ના હોય છતાં બીલ બની ગયા છે જેથી દરેક ગામને પત્ર લખીને કેટલા કામ થયા અને તેની સ્થિતિ અંગે જવાબ માંગતા વ્યાપક ભ્રષ્ટાચાર સામે આવ્યો છે જેથી રાજ્યના મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને તપાસની માંગ કરી છે અને તાકીદે તપાસ હાથ ધરાશે તેવું આશ્વાસન પણ સાંસદ દ્વારા આપવામાં આવ્યું છે જોકે પંચાયતના સિંચાઈ વિભાગ દ્વારા ૨૦ કરોડના ભ્રષ્ટાચારથી ખળભળાટ મચી ગયો છે અને સ્થાનિક રાજકારણ ગરમાયું છે

મોરબી જીલ્લાના ગામડાઓમાં તપાસ શરુ : સુત્રો

સિંચાઈના કામોમાં ભ્રષ્ટાચારની સાંસદે મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને કરેલી રજૂઆત બાદ તળાવ અને ચેકડેમનાં કામોમાં થયેલી ભ્રષ્ટાચારની તપાસ શરુ કરી દેવામાં આવી છે જેમાં આજે ગાંધીનગરથી અધિકારીઓની ટીમ મોરબી પહોંચી હતી અને પાંચ ટીમો બનાવી સ્થાનિક અધિકારીને સાથે રાખીને જીલ્લાના વિવિધ કામોમાં તપાસ આદરી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહયા છે

Comments
Loading...
WhatsApp chat