મોરબીમાં કોલ ગેસીફાયરમાં કોપીરાઈટ ભંગનો ગુન્હો, ૭૫ લાખનો મુદામાલ જપ્ત

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી ઇન્ડસટ્રીઝમાં કોપીરાઈટ એકટનો ભંગ કરવામાં આવતો હોવાની માહિતીને આધારે સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની ટીમ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો જેમાં કોપીરાઈટ ભંગ માલૂમ થતા ૭૫ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે અને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગતો મુજબ સી.આઈ.ડી. ક્રાઈમ અને રેલવેઝ ગાંધીનગરના આશિષ ભાટિયાની સુચના અને માર્ગદર્શન હેઠળ કોપી રાઈટ ભંગ કરી ઝીરો એફ્લુંઅંટ ગેસીફીકેશન સીસ્ટમના ગેરકાયદેસર વેચાણ અને ઉત્પાદન બાબતે આપવામાં આવેલ અરજી અનુસંધાને ડિટેકટીવ પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. મિશ્રા સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરની ટીમેં ખરાઈ કર્યા બાદ આજે સ્ટાફ સાથે લખધીરપુર રોડ પર આવેલી ગ્રાંડ વૈભવ હોટલ નજીકની સદગુરુ ઇન્ડસટ્રીઝ ખાતે રેઇડ કરતા કોપીરાઈટ એકટનો ભંગ થતો હોવાનું જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઝીરો એફ્લુંઅંટ ગેસીફીકેશન સીસ્ટમ બનાવવા માટે દાગીના-મશીનરી જેવી કે ગેસીફાયર સેલ, ગેસીફાયર ગ્રેટ, કોલ ફીલિંગ હોપર, કોલ ફીટીંગ રોટરી વાલ્વ, સ્લાઈડીન્ગ વાલ્વ તેમજ લેથ મશીન, શેપર મશીન સહીત કુલ ૭૫ લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે અને વર્કશોપના માલિક નીલેશભાઈ બાવરવા રહે. પટેલ કોલોની, શનાળા રોડ મોરબીવાળા હાજર મળી આવ્યા ના હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી આ મામલે પોલીસમાં આઈ.પી.સી કલમ ૪૨૦ અને કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ ની કલમ ૬૩,૬૩ (એ), ૬૪ અને ૬૫ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat