મોરબીની સબ જેલના કેદીઓ માટે કોરોના રસીકરણ કેમ્પ યોજાયો

 

કોરોના મહામારીને ધ્યાને લઈને સબ જેલના કેદીઓ માટે કોરોના રસીનો પ્રથમ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ આપવા માટેનો કેમ્પ સબ જેલ ખાતે યોજાયો હતો

અર્બન હેલ્થ સેન્ટર લીલાપરના મહેશભાઈ રાઠોડ અને ડોલીબેન મકવાણા દ્વારા મોરબીની સબ જેલમાં બંદીવાનો માટે રસીકરણ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં સબ જેલ ખાતે નવા દાખલ થયેલા તેમજ અગાઉ બાકી રહેલા કેદીઓ માટે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ, બીજો ડોઝ અને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યા હતા સબ જેલમાં રહેલ કુલ ૩૭ બંદીવાનોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા

Comments
Loading...
WhatsApp chat