કોરોના અપડેટ : વાંકાનેર શહેરમાં યુવાનનો રીપોર્ટ પોઝીટીવ નોધાયો

 

મોરબી જીલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે વાંકાનેર શહેરમાં યુવાનનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે જેથી એક્ટીવ કેસની સંખ્યા ૫ પર પહોચી છે

 

વાંકાનેર શહેરમાં ૩૮ વર્ષના પુરુષનો રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો છે. પોઝીટીવ આવેલ યુવાને કોરોના રસીના બંને ડોઝ લીધા છે તો સુરતની ટ્રાવેલ હિસ્ટ્રી હોય અને દર્દીને હાલ હોમ અઈસોલેશનમાં રાખવામાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી હતી તેમજ આજે મોરબી શહેરમાંથી ૧ દર્દી સાજા થયા છે તો મોરબી જીલ્લામાં એક્ટીવ કેસની સંખ્યા ૫ પર પહોચી છે તો આજદિન સુધીમાં કુલ પોઝીટીવ કેસ ૧૦૭૭૬ પર પહોચ્યા છે તો કુલ મૃત્યુઆંક પર ૯૫ છે તો આજ દિન સુધીમાં સાજા થયેલ દર્દીઓની સંખ્યા ૧૦૪૨૨ છે

Comments
Loading...
WhatsApp chat