Billboard ad 1150*250

કોરોના ઈફેક્ટ : ટંકારાના નેકનામ ગામમાં બપોરે 2 સુધી જ દુકાનો ખુલ્લી રહેશે !

0 386

કોરોના કેસો સતત વધી રહ્યા છે ત્યારે કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા ટંકારા તાલુકાના નેકનામ ગામમાં બપોર સુધી જ દુકાનો ખુલ્લી રાખવા ગ્રામજનોને સુચના આપવામાં આવી છે

ટંકારાના શ્રી નેકનામ ગ્રામ પંચાયતના સરપંચ અરુણાબા કનકસિંહ ઝાલાએ ગ્રામજનો જોગ યાદીમાં જણાવ્યું છે કે નેકનામ ગામમાં કોરોના કેસો વધી રહ્યા હોય જેથી ગ્રામજનોએ માસ્ક ફરજીયાત પહેરવું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું અને કામ સિવાય ઘર બહાર નીકળવું નહિ જયારે ઠંડાપીણા, ચાની લારી અને કારીયાના દુકાન તેમજ મોબાઈલ દુકાન કે અન્ય એજન્સીઓને સવારે ૬ થી બપોરે 2 સુધી જ દુકાનો ખુલ્લી રાખવી અને બહારથી ફેરિયાઓએ ગામમાં પ્રવેશ કરવો નહિ તેમ જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat