Billboard ad 1150*250

ક્રિષ્ના ટ્રાવેલ્સમાં થયેલ બધડાટી મામલે સામસામી ફરિયાદ

0 645

મોરબીના સાવસર પ્લોટમાં આવેલી ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં ગઈકાલે બપોરના સમયે બઘડાટી બોલી હતી. પાર્સલ લેવા માટે આવેલા બે શખ્શો પૈકીનો એક ગાળો બોલતો હોય જેને ક્રિષ્ના ટ્રાવેલ્સ ઓફીસના કર્મચારીએ ગાળો નહિ બોલવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી ઉશ્કેરાઈ જઈને તેને ઉગ્ર બોલાચાલી કરી હતી અને બાદમાં અન્ય સાગરીતોને બોલાવી લાવ્યો હતો જેને તલવાર સાથે ઘસી આવીને ઓફીસના કાચમાં તોડફોડ કરી હતી બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.આ મામલે ટ્રાવેલ્સ સંચાલક યશપાલસિંહ જાડેજાએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ગત બપોરના સમયે જુસાનોભાઈ કાદર અને તોફીક ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ લેવા ગયા હતા તે દરમિયાન બંને શખ્સો યશપાલસિંહ સાથે બોલાચાલી કરીને ગાળો આપી જાનથી મારી નાખવાની ફરિયાદ નોંધાવી છે.
આ મામલે સામાપક્ષે કાદર હબીબભાઈ ભટ્ટી રહે મોરબી મચ્છી પીઠએ ફરિયાદ નોંધાવી છે કે કાદર અને તોફીક ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ લેવા હતા ત્યારે ટ્રાવેલ્સના સંચાલક યશપાલસિંહ જાડેજા અને ભગીરથરીંહ બનેએ ફરીના મિત્ર કાદર અને તોફીકને ગાળો આપી ઠિકાપાટુંનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોધાવી છે.આ મામલે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી વધુ તપાસ ચાલવી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat