Billboard ad 1150*250

મોરબીમાં જીપીએસસી પરીક્ષાને લઇ પરીક્ષા કેન્દ્ર આસપાસ નિયંત્રણ મુકાયા

0 59
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

        મોરબી જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તા. ૧૩-૧૦-૨૦૧૯ના ૧૦-૦૦ કલાક થી ૦૧-૦૦ કલાક અને ૦૩-૦૦ કલાક થી ૦૬-૦૦ કલાક દરમિયાન વર્ગ-૧ અને વર્ગ-૨ની વિવિધ પરીક્ષા યોજનાર હોય, આ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ પરીક્ષાની કાર્યવાહીમાં કોઇપણ જાતની રૂકાવટ ન આવે અને કાયદો – વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા કેટલાંક નિયંત્રણો મુકવામાં આવ્યા છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન જોષી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર ગુજરાત રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા મોરબી જિલ્લાના જે શૈક્ષણિક સંસ્થાઓને પરીક્ષા કેન્દ્રો જાહેર કરવામાં આવેલ હોય તેવા પરીક્ષા  સ્થળની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં તા. ૧૩-૧૦-૨૦૧૯ના રોજ સવારના ૦૭-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાક દરમિયાન પરીક્ષામાં ગેરરીતી કરવાના ઇરાદાથી કે અનિયમિતતા ઉભી કરવા અને પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી ચાર કરતા વધુ વ્યકિતઓએ એકત્રીત થવું નહી અથવા કોઇ સભા ભરવી નહી કે કોઇ સરઘસ કાઢવું નહી. પરીક્ષા સ્થળે મોબાઇલ ફોન, લેપટોપ, ટેબ્લેટ, કેલક્યુલેટરવાળી ઘડીયાળ તેમજ કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીકસ ઉપકરણો લઈ જવા નહી. નિર્દીષ્ટ વિસ્તારની આસપાસ ઝેરોક્ષ અથવા લીથો કે અન્ય કોઇ રીતે પરીક્ષા કાર્યમાં ગેરરીતિ કરવા કોપીંગ વગેરે ગેરકાયદેસર કૃત્યુ ન કરવા આ જાહેરનામામાં જણાવાયું છે.

        ઉલ્લેખનીય છે કે ગુજરાત જાહેર સેવા આયોગ ધ્વારા મોરબી જિલ્લાના કુલ- ૮ કેન્દ્રો ખાતે વિવિધ સંવર્ગની પરીક્ષા ૧૩-૧૦-૨૦૧૯ના ૧૦-૦૦ કલાક થી ૦૧-૦૦ કલાક અને ૦૩-૦૦ કલાક થી ૦૬-૦૦ કલાકે લેવાનાર છે. જેમાં વી.સી. ફાટક પાસે આવેલ ધ વી.સી. ટેક્નીકલ હાઇસ્કુલ, સ.વ.પ. કન્યા વિદ્યાલય, સેટ મેરી સ્કુલ, નવયુગ વિદ્યાલય, નીલકંઠ વિદ્યાલય, નિર્મલ વિદ્યાલય અને તપોવન વિદ્યાલયનો સમાવેશ થાય છે.

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat