સમાન કામ સમાન વેતનની કરી માંગ : અચોક્કસ મુદતની હડતાલનો પ્રારંભ

કોન્ટ્રાકટ પદ્ધતિમાં શોષણ થતું હોવાની ફરિયાદ

એનએચએન અને આરસીએચ કરાર આધારિત કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે જે કર્મચારીઓએ આજે કચેરી ખાતે જ ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. કરાર આધારિત કર્મચારીઓએ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું હતું કે નેશનલ હેલ્થ મિશન ૨૦૦૫ થી અમલમાં છે જે મિશનમાં રાજ્યના દરિદ્ર જનગણથી લઈને રહીશ જનગણના વિસ્તારમાં આરોગ્યની વિવિધ સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે કામગીરી સબબ માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર ઘટ્યો છે અને સેક્સ રેશિયો વધી ગયો છે.  તે ઉપરાંત અન્ય કામગીરીમાં પણ કર્મચારીઓ નિષ્ઠાથી કામગીરી કરી રહયા છે જોકે કોન્ટ્રાકટ કર્મચારીઓનું શોષણ થાય છે. આરોગ્ય શાખામાં ડેટા એન્ટ્રી ઓપરેટર તેમજ આયુષ ડોકટરોએ હડતાલ શરુ કરી છે જેથી વિવીધ કામકાજો ઠપ્પ થયા છે તેમજ કોઈ યોગ્ય ઉકેલ નાં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો હુંકાર પણ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. ડોકટરોથી લઈને ક્લાસ ૪ ના કર્મચારીઓની હડતાલ મામલે જીલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.એમ.કતીરાનો સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે આરોગ્યન સેવાઓ પર કોઈ અસર નહિ થાય તેમજ એમબીબીએસ ડોકટરો ફરજ પર જ છે. ઓફીસ સહિતના કામોમાં વિલંબ સર્જાઈ સકે છે.

 

કર્મચારીઓની માંગણીઓ :

નોકરીની કોઈ સુરક્ષા નથી જેથી જોબ સિક્યુરીટી આપવી.

સમાન કામ સમાન વેતનના નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ વેતન આપવું.

પદ અને શિક્ષણ મુજબ યોગ્ય વેતન આપવું.

કાયમી કર્મચારીને મળવા પાત્ર આર્થિક લાભો આપવા.

મળવા પાત્ર તમામ હક રજાઓ તેમજ મેડીકલ રજાઓ આપવી.

કોન્ટ્રાકટ કર્મચારી ચાલુ નોકરીએ મૃત્યુ પામે તો કાઈ મળતું નથી જેથી એ લાભ આપવો.

Comments
Loading...
WhatsApp chat