Billboard ad 1150*250

મોરબી-માળિયા વિધાનસભા બેઠક પરથી વિજયભાઈ સરડવાની દાવેદારી

શિક્ષક તરીકેની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી રાજકારણમાં ઝંપલાવ્યું

0 745

વિધાનસભા ચુંટણીઓને ધ્યાને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા દિવાળી પૂર્વે જ આટોપી લેવામાં આવી છે જેમાં મોરબી માળિયા વિધાનસભા બેઠક પરથી અગાઉ ૧૧ લોકોએ દાવેદારી નોંધાવ્યા બાદ વધુ એક દાવેદારી નોંધાઈ છે. મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રહી ચુકેલા વિજયભાઈ સરડવાએ શિક્ષણ ક્ષેત્રને અલવિદા કહીને રાજકારણમાં ઝંપલાવ્યું છે. શિક્ષક તરીકે ખ્યાતી પ્રાપ્ત વિજયભાઈ સરડવા સામાજિક કાર્યો સાથે લાંબા સમયથી જોડાયેલા છે અને તેઓ રાજકારણને પણ સમાજસેવાનું જ માધ્યમ ગણતા હોવાથી શિક્ષક તરીકેની કારકિર્દીને અલવિદા કહીને રાજકારણમાં પ્રવેશ માટે આગળ આવ્યા છે શિક્ષિત ઉમેદવારે કોંગ્રેસ પક્ષમાંથી મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે ટીકીટ માંગી છે અને વિધાનસભા ચુંટણી લડવાની તૈયારી દાખવી છે.
રાજ્ય સરકારની શિક્ષક વિરોધી નીતિ સામે અવાજ ઉઠાવવા શિક્ષક તરીકેની નોકરી છોડી કોંગ્રેસ સાથે જોડાયેલા વિજય સરડવાને મોરબી-માળીયા બેઠક પર ટીકીટ આપવા રાજ્યના શિક્ષક સંઘના આગેવાનોએ એઆઈસીસી દિલ્હી અને ગાંધીનગર રજુઆત કરી આખા રાજ્યમાં શિક્ષકના પ્રતિનિધિ તરીકે ટીકીટ આપવા માંગ કરી છે. આજે મોરબી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પણ શિક્ષક સંઘના હોદ્દેદારોએ આ વાતને દોહરાવી હતી. પ્રવર્તમાન સમયમાં રાજકીય ક્ષેત્રે અશિક્ષિત અને છાપેલા કાટલા જેવા વ્યક્તિઓના વર્ચસ્વને કારણે દેશ ભ્રષ્ટાચારની ગર્તામાં ધકેલાય રહ્યો છે ત્યારે હવે આ બદીને દૂર કરવા શિક્ષિત ઉમેદવારો પણ મેદાને આવી રહ્યા છે. મોરબી માળીયા વિધાનસભા બેઠકમાં પણ કંઈક આવું જ બન્યું છે,. કર્મઠ શિક્ષક તરીકે મોભાદાર નોકરી કરતા વિજયભાઈ સરડવાએ સમાજસેવા માટે નોકરી છોડી ૬૫-મોરબી-માળીયા બેઠક ઉપરથી ચૂંટણી લડવા કોંગ્રેસપક્ષમાંથી દાવેદારી કરી છે.
આ અંગે આજે વિજયભાઈ સરડવાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા ૨૦ વર્ષના ભાજપના શાસન બાદ રાજકારણ અને લોકશાહીની પરિભાષા બદલાઈ ગઈ છે અને લોકો દ્વારા લોકો માટે ચાલતી લોકશાહીને બદલ પાંચ પચીસના હિતમાં સમગ્ર સમાજને હોમી દેવા જેવા નિર્ણયો લેવાતા રહ્યા છે જેમાં સરકારી નોકરિયાતોની કનડગતનો મુદ્દો અહમ છે. સરકારની કનડગત અને શિક્ષણ સિવાયની જવાબદારીને કારણે શિક્ષક તરીકેની નોકરી છોડી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વ પ્રમુખ વિજયભાઈ સરડવાએ વિશાળ પ્રજાહિતમાં રાજકીયક્ષેત્રે ઝંપલાવી લોકોની ખરા અર્થમાં સેવા કરવા અને લોકશાહીના મૂલ્યોનું જતન કરવા દેશના સૌથી જુના કોંગ્રેસપક્ષ સાથે નાતો જોડી આગામી વિધાનસભા ચૂંટણી માટે માળીયા-મોરબી બેઠક માટે ધારાસભ્ય તરીકે ટીકીટ માંગી છે.
૧૯૯૮ માં રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી શરૂ કરતાં વિજયભાઈ સરડવાને તેમના સારા ગુણાંકને કારણે શિક્ષકની નોકરી મળી.શિક્ષક તરીકે નિકરી દરમિયાન પણ સમાજસેવા અને શિક્ષક પરિવારના પ્રશ્નો માટે હંમેશા જાગૃત બનીને લડતા રહ્યા,૨૦૧૦માં રાજકોટ જિલ્લા શિક્ષક સંઘમાં ચૂંટણી લડવા ઉભા રહ્યા અને હાર મળી હોવા છતાં સેવાનો ધર્મ ન છોડ્યો અને ૨૦૧૫ માં ફરી શિક્ષક સંઘની ચૂંટણીમાં ઝંપલાવતા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રથમ પ્રમુખ તરીકેનું બહુમાન મેળવી ૪૦૦૦ શિક્ષકોના પ્રશ્ને સતત લડત આપતા રહ્યા છે. વિજયભાઈ સરડવાએ રાજ્ય સરકારની રીતિ નીતિ થી ત્રસ્ત બની અંતે ૨૦૧૭ માં પેન્શનપાત્ર નોકરીને તિલાંજલિ આપી લોકસેવા માટે રાજકારણમાં ઝંપલાવવા નિર્ણય કર્યો અને ૧૮ વર્ષથી વધુની સરકારી નોકરીને એક જ ઝાટકે છોડી દીધી સમાજનું ઘડતર કરવામાં અને આવનારી પેઢીઓ માટે સારા સંસ્કારનું સિંચન કરતા શિક્ષકો સામાન્ય રીતે રાજકારણથી દુર રહેતા હોય છે અને આવજ કારણોસર ગુંડાતત્વો, અશિક્ષિત કે અર્ધ શિક્ષિત લોકો રાજકીય ક્ષેત્રે આસાનીથી પ્રવેશ મેળવી પોતાનો આર્થિક લાભ અને સુખ સુવિધા માટે પ્રજાને ઠેબે ચડાવે છે પરંતુ જો વિજયભાઈની જેમ અન્ય શિક્ષિત લોકો પણ ખરા અર્થમાં લોકસેવા માટે મેદાને આવશે ત્યારે લેભાગુ-ગુંડાઓ રાજકારણમાંથી બહાર ફેંકાશે. હાલ મોરબી માળીયા બેઠક ઉપરથી વિજયભાઈ સરડવાએ કોંગ્રેસ પક્ષમાંથી દાવેદારી કરતા ચૂંટણી પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે અને મોરબી માળીયાના સ્થાનિક લોકો પણ સ્થાનિક ઉમેદવાર એવા વિજયભાઈની ટીકીટ મળે તેવું ઈચ્છી રહ્યા છે


Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat