મોરબીના ગાળા ગામ નજીક કન્ટેનર ચાલકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત, ચાલક ઘવાયો

મોરબીના ગાળા ગામ નજીક કન્ટેનર ચાલકે રીક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષા ચાલક ગંભીર રીતે ઘવાયો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

હળવદના કેદારીયા ગામે રહેતા કાળુભાઇ સગ્રામભાઇ ઝીઝુવાડીયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૨૫ના રોજ તેઓ તેમના ગામના લવજીભાઇ સવશીભાઇ તથા હરેશ ભાઇ નાગજીભાઇ શિહોરા તથા સાહીલભાઇ સોંડાભાઇ સિહોરા સાથે ઓટો સી.એન.જી રીક્ષા GJ-36-U-5627 લઇને મોરબી તાલુકાના ગાળા ગામ પાસે આવેલ સોલોરેકસ સિરામીક મજુરી કામે જતા હતા અને રીક્ષા સાહીલભાઇ ચલાવતા હતા. જ્યારે અન્ય લોકો રીક્ષા પાછળ બેઠા હતા ત્યારે જેતપર ગામ અને સાપા૨ વચ્ચે પેટ્રોલપંપ પાસે રોડ ઉપર રીક્ષા બંધ થઇ ગયેલ જેથી થોડીવારમા બીજી રીક્ષા ત્યાથી નિકળતા તેને કાળુભાઇએ અટકાવીને ઉભી રખાવી. આ રિક્ષા તેમની રીક્ષા દોરડેથી બાંધી ત્યાથી સોલોરેકસ સિરામીક સુધી દોરી જવા નીકળ્યા હતા. બંધ પડેલ રીક્ષામા ડ્રાઇવિંગ સીટમા સ્ટેરીંગ ઉપર સાહીલભાઇ બેઠા હતા. જ્યારે અન્ય લોકો આગળ રીક્ષામા બેઠા હતા.

તેઓ સાપર ગામના પાટીયા થી સોલોરેકસ સિરામીક તરફ જતા હતા ત્યારે સવારના આશરે અગ્યાર વાગ્યાના અરસા મા સાપર ગામ થી ગાળા ગામ તરફ પહેલા નાળા પાસે પહોચતા ગાળા ગામ તરફથી કંન્ટેનર નંબર GJ-12-BV-6717 પુરપાટ વેગે આવતા તેમની પાછળ રહેલ સાહીલભાઇની રીક્ષાને અડફેટે લીધું હતું. જેને પગલે અકસ્માત સર્જાયો હતો અને સાહીલભાઇની રીક્ષા પલટી ખાઇ ગઈ હતી. અને સાહીલભાઇ રીક્ષામા દબાઇ જતા તેમને બંને પગમા, માથાના ભાગે, છાતની ભાગે, આંખના ભાગે તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી. અને તેઓ અર્ધ બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને કાળુભાઇ સહિતના અન્ય લોકોને બહાર કાઢ્યા હતા અને સારવાર અર્થે ખસેડયા હતા. જે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat