

મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલી ઇન્ડિયન ઓવરસીસ બેંકમાં ગ્રાહકો સાથે પ્રશ્નોતરી કરવા માટે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં ગુજરાત રાજ્ય મુખ્ય ક્ષેત્રીય પ્રબંધક ભુવનચંદ્ર શર્મા ઉપસ્થિત રહ્યા હતા જેને ગ્રાહકોના પ્રશ્નો સાંભળી તમામને સંતોષકારક જવાબ આપ્યા હતા. ભુવનચંદ્ર શર્માએ ત્રાજપર અને મહેન્દ્રનગર ખાતે આવેલ આઈ.ઓ.બી. શાખાની પણ મુલાકાત લીધી હતી. આ તકે કસ્ટમર મીટીંગમાં મોરબીના સિરામિક ઉદ્યોગમાં વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર અગ્રણી ઉદ્યોગપતિ વેલજીભાઈએ જણાવ્યું હતું કે મોરબી પંથકમાં સિરામિક ઉદ્યોગે પ્રગતીની હરણફાળ ભરી છે જે ચીનને હંફાવી રહ્યો છે. મોરબીમાં આજે નાના મોટા આશરે ૧૦૦૦ જેટલા સિરામિક યુનિટો કાર્યરત છે ત્યારે બેન્કિંગ ક્ષેત્રનો પણ મોરબીમાં સારો એવો વિકાસ થયો છે. ત્યારે આઈ.ઓ.બી. જેવી બેંક દ્વારા ગ્રાહક મીટીંગ યોજવાના આ કદમને આવકારવામાં આવ્યું હતું.