



મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ ૧૯ વર્ષ પૂર્ણ કરીને ૨૦ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે સંસ્થા દ્વારા ગ્રાહકોના હક માટે તા. ૨૬ ને મંગળવારે બપોરે ૩ કલાકે દશાશ્રીમાળી વણિક જ્ઞાતિની વાડી, મોરબી ખાતે ગ્રાહક જાગૃતિ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમારોહના ઉદ્ઘાટક તરીકે જીલ્લા વિકાસ અધિકરી એસ.એમ. ખટાણા, જીલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જાકસણીયા ઉપરાંત જીલ્લા પુરવઠા અધિકારી રેખાબા સરવૈયા, જીલ્લા પંચાયતના કારોબારી ચેરમેન કિશોરભાઈ ચીખલીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની યાદી જણાવે છે.

