


મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પીવાના નર્મદા નીર એકાએક બંધ કરવી ભાજપ નેતાઓએ જરૂરતમંદ નાગરિકોએ ફરજીયાત રજૂઆત માટે આવવું પડે તેવા કારસા ભાજપના સુત્રધારો કરી રહ્યા હોય તેવા ગંભીર આક્ષેપ કરી કોંગ્રેસ અગ્રણીએ પ્રહારો કર્યા છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ ભાજપના નેતાઓ પર પ્રહારો કરતા જણાવ્યું છે કે તાજેતરમાં નાયબ મુખ્યમંત્રીએ નર્મદાની કેનાલોમાં પાણી ચાલુ કરાવી મસમોટા ફોટા સેશન કરાવેલ અને મોરબીના નેતાઓએ પણ નર્મદા નીરના વધામણા કરેલ પરંતુ ત્યારબાદ તુરત જ સ્થાનિક સિંચાઈ અને પાણી પુરવઠા અધિકારીઓ પર દબાણ લાવી પાણી બંધ કરાવેલ છે ? તેવા સવાલો ઉઠાવીને મોરબી શહેરમાં આમેય ત્રણ ત્રણ દિવસે ઝોન વાઈઝ પાણી મળે છે એક ઝોનમાં ત્રણ દિવસનો પાણીકાપ રહે છે જેથી દાઉદી પ્લોટ, શક્તિ પ્લોટ, કાલિકા પ્લોટ અને હાઉસિંગ બોર્ડમાં અને છેવાડાના વિસ્તારો પીવાના પાણીથી વંચિત રહે છે
નર્મદાનું પાણી અટકાવી આગામી ૧૫ તારીખ સુધી પાણી બંધ કર્યું છે જેના કારણે તમામ લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આ નર્મદા નીરના વધામણાનું નાટક ભજવતા ભાજપ નેતાઓ સામે ભારે રોષ પ્રવર્તી રહ્યો છે સામાન્ય રીતે લોકોનું પીવાનું પાણી અટકાવી ના સકાય પરંતુ ખોટા લીંબડ જશ ખાટવાના ટેવાયેલા નેતાઓ પ્રજાને મુર્ખ બનાવે છે એક તરફ નર્મદા ડેમની સપાટીમાં વધારો થયાની જાહેરાત કરાય છે જયારે બીજી તરફ પીવાના પાણી બંધ કરાય છે ત્યારે નર્મદાના નીર પ્રશ્ને સત્તા લાલચુ સ્વાર્થી રાજકારણ ખેલતા લોકોએ પ્રજાની મુશ્કેલી સમજવી જોઈએ તેમ જણાવ્યું હતું
તો આ મામલે પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા જણાવે છે કે ઉપરથી પાણી ઓછું આવતું હોવાથી વિતરણમાં સમસ્યા સર્જાય છે જે થોડા દિવસોમાં સમસ્યા દુર થઇ જશે