મોરબી સિંચાઈ કોભાંડમાં હળવદના કોંગ્રસી ધારાસભ્યને ફસાવવાનું ષડ્યંત્ર : રમેશ રબારી

હળવદના ધારાસભ્ય સામે મંડળીઓ અને નિવૃત ઈજનેર પાસેથી ૩૫ લાખની લાંચ પ્રકરણમાં ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી છે અને પ્રકરણમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ભાજપ આગેવાન અંગે જીલ્લા એસપીને લેખિત રજૂઆત કરવામાં આવી છે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માલધારી સેલના ઉપપ્રમુખ રમેશભાઈ રબારીએ જીલ્લા એસપીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે સમગ્ર પ્રકરણમાં ભૂમિકા ભજવનાર લોકોમાં ચર્ચાતી મુજબ ભાજપના આગેવાન એવા માજી મંત્રી જયંતીભાઈ કવાડિયાએ ધારાસભ્ય પરષોતમ સાબરીયાને ભાજપમાં ભળી જવા અને લોકસભા ટીકીટ અપાવવાનું કહેલ જેથી જો હળવદ સીટ ખાલી થાય તો સત્તા વગર રહી ના સકતા અઆગેવનને ફરીથી ધારાસભ્ય બનવાની ખેવના જાગી હતી પરંતુ ધારાસભ્ય સાબરીયા તેમની વાત માન્ય ના હોય જેના કારણે ધારાસભ્યને ફસાવવા માટે કારસો રચી એડવોકેટ ભરત ગણેશીયા જે ગત તાલુકા પંચાયતની ચુંટણી ભાજપના સિમ્બોલ પરથી લડ્યા હતા અને રજની નામના ભાજપના કાર્યકર દ્વારા કોંગ્રેસના ધારાસભ્યને ફસાવવા માટે ચોક્કસ ધ્યેય સાથેનું ષડ્યંત્ર કરવામાં આવ્યું છે

તેવા સંજોગોમાં પોલીસ ખાતાએ આ વ્યક્તિને તાજનો સાક્ષી બનાવી આખા પ્રકરણને રફેદફે કરવાના પ્રયાસો કર્યા છે જે નિંદનીય છે હકીકામાં પ્રકરણમાં મુખ્ય પ્રણેતા જ રજની હોવાનું લોકોમાં ચર્ચાય રહ્યું છે ત્યારે પોલીસે તેની ભ્રષ્ટાચાર પ્રકરણમાં આરોપી તરીકે ધરપકડ કરી પગલા લેવા જોઈએ અને ન્યાય તટસ્થ તપાસ થાય તે જરૂરી છે તાજનો સાક્ષી બનેલો રજની મુખ્ય ભૂમિકા ભજવનાર છે અને હળવદ વિસ્તારમાં ચાલતા તમામ સરકારી કામોમાં ઠેકેદારો પાસેથી નાણા પડાવવા સહિતના કામોમાં દરમિયાનગીરી કરી ભ્રષ્ટાચાર થતો હોય

જેથી રજની સામે ધોરણસર પગલા લઈને તપાસ થવી જોઈએ તેમજ તેને જે રેકોર્ડીંગ કર્યું છે તેની તપાસ કરવી જોઈએ અને છેલ્લા ત્રણ માસના કોલ ડીટેઇલ કાઢવી તપાસ કરવામાં આવે તો અન્ય કોણ સંડોવાયેલું છે તેના નામો પણ ખુલી સકે છે જેથી આં મામલે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે

Comments
Loading...
WhatsApp chat