

મોરબીના રવાપર ગામના તળાવમાં બેફામ ગંદકી ફેલાવવામાં આવતી હોય અને જેથી મચ્છરોનો ઉપદ્રવ વધવા પામ્યો છે અને રહીશોને રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે જે મામલે જીલ્લા પંચાયતને રજૂઆત કરવામાં આવી છે
મોરબી તાલુકા પંચાયતના રવાપર બેઠકના સદસ્ય લલીતભાઈ કાસુન્દ્રાએ ડીડીઓને લેખિત રજૂઆત કરી જાણાવ્યું છે કે રવાપર ગામમાં ચોમાસું વિદાય લેતા તળાવમાં ગંદકી ખદબદે છે અને આસપાસની હાઈરાઈઝ બિલ્ડીંગના ભૂગર્ભ કનેક્શન ખુલ્લી ગટર વોકળો સહિતના કનેક્શન તળાવમાં આપેલા છે જેથી મચ્છર અને જીવાતનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રવાપર ગામની ૪૦,૦૦૦ ની વસ્તીના આરોગ્ય પર જોખમ મંડરાઈ રહ્યું છે અને રવાપરમાં ૪ ડેન્ગ્યુંના કેસો થયા છે ત્યારે આરોગ્યની ટીમો તાકીદે દવાનો છંટકાવ સહિતની કામગીરી કરે અને રવાપર વચ્ચે આવેલ તળાવનો તાત્કાલિક નિકાલ કરી ખુલ્લા વોકળામાં પાકી બંધ ગટર કરાવવી અને યોગ્ય પગલા ના લેવાય તો જીલ્લા કલેકટર સુધી જવાની તૈયારી દર્શાવી છે