જયદીપભાઈ પાંચોટિયાની લોક સરકારના મોરબી જીલ્લા કો-ઇન્ચાર્જ તરીકે નિમણુક

ગુજરાત પ્રદેશ વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા લોકોની વેદનાઓને વાચા આપવા માટે લોક સરકારની રચના કરવામાં આવી છે જેમાં મોરબી કોંગ્રેસના કાર્યકર જયદીપ પાંચોટિયાની જીલ્લાના કો-ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી છે.

કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા જયદીપભાઈ પાંચોટિયાની વિધાનસભાના વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ મોરબી જીલ્લા કો-ઇન્ચાર્જ તરીકે નિમણુક કરવામાં આવી છે જે નિમણુક પત્રમાં જણાવ્યું છે કે લોકોની વેદનાને વાચા આપવાના ઉદેશ્યથી લોક સરકારની રચના કરવામાં આવી છે જેમાં જયદીપ પાંચોટિયાને મોરબી જીલ્લા કો-ઇન્ચાર્જ તરીકે જવાબદારી સોપવામાં આવી છે

આપ કોંગ્રેસની વિચારધારાને ગુજરાતના જન જન સુધી પહોંચાડવા માટે સક્રિય છો તે જ રીતે લોક સરકારમાં પણ આપની સક્રિય ભૂમિકા દ્વારા ગુજરાતની જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં અગત્યની ભૂમિકા નીભાવશો યુવા કાર્યકર જયદીપ પાંચોટિયાની જીલ્લાના કો-ઇન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવતા સાથી કાર્યકરો અને કોંગ્રેસ નેતાઓએ શુભકામનાઓ પાઠવી છે

Comments
Loading...
WhatsApp chat