કોંગ્રસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી મોરબીની મુલાકાત લેશે

મળતી વિગત મુજબ આગામી ૨૩ તારીખની આસપાસ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે જે અનુસંધાને તેઓ મોરબીની મુલાકાત લેનાર હોવાનું જાણવા મળ્યું છે.આ દરમિયાન મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોરબી સર્કીટહાઉસ ખાતે આગામી દિવસોમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનાં મોરબી પ્રવાસની તૈયારી નાં ભાગ રુપે એક મીટીંગ યોજાઈ હતી. જે અંગે યુથ કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીના મોરબી પ્રવાસની તૈયારી અને તેમના આગમને સમયે વિશાલ બાઈક રેલીનાં આયોજન અંગે મિટિંગમાં ચર્ચા કરી હતી. જેમા મોરબી જીલ્લા આઈ.ટી.સેલ પ્રમુખ જીલ્લા એન.એસ.યુ.આઈ પ્રમુખ સહીત નાં તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Comments
Loading...
WhatsApp chat