



મોરબી જીલ્લામાં ચાલુ વર્ષે નહીવત વરસાદને પગલે ખેડૂતો, માલધારીઓ મુશ્કેલ સ્થિતિમાં મુકાઈ ગયા છે અને જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા સહિતની માંગ સાથે ખેડૂતો લડત ચલાવી રહ્યા છે ત્યારે ખેડૂતો અને માલધારીના હિતમાં કોગ્રેસ બુધવારે રેલી યોજાશે
મોરબી જીલ્લાના ખેડૂતો અને માલધારીઓના પાકવીમો, સિંચાઈ તેમજ દેવું માફ, ઘાસચારો જેવા પ્રશોન અને જિલ્લાએ અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જે રેલી તા. ૧૭ ને બુધવારે સવારે ૦૯ : ૩૦ કલાકે નવા બસ સ્ટેન્ડ ખાતેથી યોજાશે જેમાં ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા, કોંગ્રેસના આગેવાનો તેમજ ખેડૂતો જોડાશે



