Billboard ad 1150*250 Billboard ad 1150*250

દુષ્કર્મ કેસના આરોપી વિજય સરડવા કોંગ્રેસના પ્રવક્તા ? જાણો ધારાસભ્યએ શું પ્રતિક્રિયા આપી

ભોગ બનનારની જ્યાં ફરજ હતી તે શાળા દતક લીધી’તી ચુંટણી સમયે પોતાને કોંગ્રેસ પ્રવક્તા તરીકે ઓળખાવતો

મોરબીમાં ચકચારી શિક્ષિકા દુષ્કર્મ કેસમાં આરોપીને ઝડપી લીધા બાદ મોડી રાત્રીના રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યો છે

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટમાં રહેતી એક શિક્ષિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે આરોપી વિજય સરડવા રહે. મોરબી રવાપર રોડ વાળા જયારે જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ હોય ત્યારે શિક્ષિકોની ચિંતન શિબિરમાં પરિચય કેળવી બાદમાં વારંવાર સંપર્ક કરી તેની સાથે લગ્ન કરવા માંગે છે તેવી લાલચ આપી લગ્નની ખાતરી આપીને શરીર સંબંધ બાંધી બાદમાં તે પરિણીત હોવાનું ભોગ બનનાર મહિલાને જાણ થતા તેની પત્ની પણ શિક્ષિકા હોય અને આરી તેની પત્ની સાથે છૂટાછેડા લઈને શિક્ષિકા સાથે લગ્ન કરશે તેવી ખાતરી આપી હતી જોકે તેને છૂટાછેડા લીધાનું કોઈ પ્રમાણ આપ્યું ના હતું અને સંબંધોના ફોટો, પ્રેમ પત્રો અને બીભત્સ વિડીયો બનાવી ધમકીઓ આપી હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદ બાદ એ ડીવીઝન પોલીસે આરોપી વિજય સરડવાની ધરપકડ કરી છે જેની પાસેથી મોબાઈલ કબજે લેવાયો છે અને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મજુર કર્યા છે

ચુંટણી સમયે પોતાને પ્રવક્તા તરીકે ઓળખાવતો
દુષ્કર્મ કેસમાં ઝડપાયેલ આરોપીએ સરકારી નોકરી છોડી કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી હતી જોકે તેને ટીકીટ ના મળી હતી તો વળી વિધાનસભા ચુંટણી સમયે તે પોતાની જાતને કોંગ્રેસ પ્રવક્તા તરીકે ઓળખાવતો હતો જે અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે તેઓ કોંગ્રેસમાં કોઈ હોદો ધરાવતા નથી તેમજ પક્ષમાં પ્રાથમિક સભ્ય પણ ના હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે

ભોગ બનનાર નોકરી કરતા તે શાળા દત્તક લીધેલી
આરોપી વિજય સરડવાએ ભોગ બનનાર શિક્ષિકા જે શાળામાં નોકરી કરતા હતા તે શાળા દત્તક લીધી હતી ઓનેસ્ટ ચેરીટેબલ ટ્રસ્ટના નામથી શાળા દત્તક લેવામાં આવી હતી જોકે સમગ્ર પ્રકરણ બાદ શિક્ષણ વિભાગ જાગ્યું હતું અને જીલ્લા શિક્ષણાધિકારી બી એન દવેએ શાળા દત્તક લેવાનો હુકમ રદ કર્યો છે

Comments
Loading...
WhatsApp chat