કોંગ્રેસી આગેવાને હોર્ડિંગમાં શુભેચ્છક તરીકે સિરામિક એસોસિએશનનું નામ લખતા વિવાદ સર્જાયો

મોરબી જીલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને કોંગ્રેસી આગેવાન કિશોર ચીખલીયાએ શહેરમાં અલગ અલગ જગ્યાએ “કોંગ્રેસ આવે છે” નું પોતાના નામ તથા ફોટા સાથેનું હોર્ડિંગ લગાવ્યા છે જેમાં સૌજન્ય તરીકે સિરામિક એસોસિએશનનું નામ લખેલું છે જો કે આ રિતે રાજકીય પક્ષો સાથે સિરામિક એસોસિએશન જોડાતું ન હોવાથી એસોસિએશનના હોદેદારો દ્વારા આ નેતાને હોર્ડિંગમાંથી નામ હટાવી લેવા જણાવાયું હતું પરંતુ નેતા દ્વારા આ હોર્ડિંગ કે નામ હટવા બાબતે ના પાડી હતી જેના લીધે વિવાદ વકર્યો છે આ અંગે એસોસિએશન દ્વારા જણાવાયું હતું કે મોરબી સિરામિક એસોસિએશનની એક વૈશ્વિક ઓળખ છે તેમજ એસોસિએશનને કોઈ પણ રાજકીય પક્ષ સાથે વિરોધ નથી પરંતુ કોઈપણ સંસ્થા પક્ષ કે વ્યક્તિએ સિરામિક એસો ની મંજુરી વિના ક્યાય પણ એસોનું નામ કે લોગોનો ઉપયોગ કરી શકે નહિ અન્યથા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.તો આ બાબતે કિશોર ચીખલીયા સાથે વાત કરતા તેમેણ કહ્યું હતું કે આમાં મેં બોર્ડમાં મોરબી શબ્દ નથી વાપર્યો અને અમારા જાણીતા ૧૦ કારખાના અહી છે તો એ લેવેલ એસોશીએશન શબ્દનો ઉપયોગ કર્યો છે અને ભાજપના કેટલાક કાર્યક્રમો સિરામિક એસોશીએશન નામનો ઉપયગો થયો છે અને હું પણ ઉદ્યોગપતિ જ છુ એટલે નામ નો ઉપયગો કર્યો છે

Comments
Loading...
WhatsApp chat