હળવદમાં પ્રાથમિક સુવિધાના અભાવે કોંગ્રેસ પુતળાદહન કર્યું

૧૫ દિવસમાં પ્રશ્નો હલ નહી થાય તો પાલિકા ને તાળાબંધી ની ચીમકી

હળવદ નગરપાલિકા બિનહરીફ નગરપાલીકા હોય હાલ મા નગરપાલીકા મા થતા કામો અને  અગાવ થયેલ કામો જેવા કે મેઇન રોડ, સોસાયટી ના રોડ, એલ.ઈ.ડી  લાઈટ, ભૂગર્ભ ગટર, વરસાદ પછી છંટકાવ કરવા મા આવતી જંતુ નાસક દવા, વગેરે મા મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, જે રોડ નુ કામ અત્યારે ચાલુ છે એ પણ ગોકળ ગતી એ ચાલુ છે. જેથી સોસાયટી વિસ્તાર મા રહેતા રહીસો ને આવવા જવા મા મુશ્કેલી પડે છે. હળવદ બસ સ્ટેશન મા તેના કારણે એસટી બસ પણ આવી શક્તી નથી. હળવદ ની જનતા ના લોકહિત ને ધ્યાને લઇ નગરપાલિકા ચિફ ઓફિસર ને હળવદ શહેર ,ગ્રામ્ય તેમજ યુથ કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર આપી ૧૫  દિવસ મા હળવદ ની તમામ સમસ્યા નો નિકાલ કરવા માટે અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે . જો કામ પુરૂ નહિ થાય તો લોકહિ‌ત માટે આવનારા સમય મા કોંગ્રેસ દ્વારા નગરપાલિકા ને તાળાબંધી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

 

Comments
Loading...
WhatsApp chat