કોંગ્રેસ ઉમેદવાર લલીતભાઈ કગથરા માતાજીના દર્શન કરી ફોર્મ ભરવા રવાના, Video



રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલીતભાઈ કગથરા આજે વહેલી સવારે પોતાના કાર્યકરો અને સમર્થકો સાથે ફોર્મ ભરવા માટે મોરબીથી રવાના થયા હતા મોરબી નજીકના શકત શનાળા ખાતે શક્તિ માતાજીના મંદિરે દર્શન કરીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા તો મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભાજપના શાસનમાં ગરીબો અને ખેડૂતો પરેશાન અને બેહાલ છે તો કેટલી લીડથી જીતશો તેવા સવાલના જવાબમાં જણાવ્યું હતું કે તે માતાજી અને લોકો નક્કી કરશે જોકે તેની જીત નક્કી છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો મોરબીથી મોટી સંખ્યામાં કાર્યકરો સાથે તે રાજકોટ ફોર્મ ભરવા માટે રવાના થયા હતા